Headlines
Loading...
પ્રાચીન ભારતીની મંદિર સ્થાપત્ય શૈલીઓ

પ્રાચીન ભારતીની મંદિર સ્થાપત્ય શૈલીઓ

પ્રાચીન ભારતીની મંદિર સ્થાપત્ય શૈલીઓ


નાગરશૈલી


• ઉત્તર ભારતમાં હિમાલયથી વિંધ્યપ્રદેશ સુધીના વિસ્તારમાં વિકસિત . 
• નાગરશૈલીના મંદિરો ચતુષ્કોણીય જેના શિખરોમાં ઊભી રેખાની પ્રધાનતા , આથી રેખીય શિખર કહેવાતા .
• આકારમાં ચોરસ અને ઉપરથી વક્ર થતા શિખરવાળા મંદિર . 
• લિંગરાજ મંદિર ( ભૂવનેશ્વર ) , સૂર્યમંદિર ( કોર્ણાક ) , સૂર્યમંદિર ( મોઢેરા ) , દેલવાડા - જૈન મંદિર ( આબુ ) , જગન્નાથ મંદિર ( પુરી ) , કંદરિયા મહાદેવ મંદિર ( ખજૂરાહો )
• નાગરશૈલીના બે સુવિખ્યાત મંદિર સૌપ્રથમ ઉત્તરપ્રદેશના કાનપુર ભિતર , ગામમાં અને ઝાંસીના દેવગઢ ખાતેથી મળી આવ્યા છે જે વિષ્ણુ મંદિરો છે .


 દ્રવિડશૈલી


• કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધીના પ્રદેશ ( તામિલનાડુ ) માં વિકસિત . 
• ચો રસ ગર્ભગૃહ ઉપર પિરામિડ જેવો શિખર એ આ શૈલીની વિશેષતા છે . પલ્લવ , ચાલુક્ય , ચોલ અને પાંડ્ય શાસકોના શાસનકાળમાં આ શૈલીના મંદિરોનું નિર્માણ . આથી તેને પલ્લવ શૈલી , ચાલુક્ય શૈલી કે ચોલ શૈલી પણ કહેવાય છે . 
• તાંજોરનું રાજરાજેશ્વર મંદિર ( બૃહદેશ્વર મંદિર ) , કાંચી અને મહાબલિપુરમના મંદિરો , ઐહોલ તથા વાતાપીના મંદિરો .
• પલ્લવ રાજવી મહેન્દ્રવને બંધાવેલ ‘ ઊંડવલ્લી મંડપ ' .


 બેસર શૈલી 


• વિધ્યપ્રદેશથી કૃષ્ણા નદીની વચ્ચેનો પ્રદેશ , જેને દક્ષિણાવર્ત પણ કહેવાતો . 
• નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ .
•  આ શૈ લીના મંદિરો માં ગર્ભ ગૃહ , સભામંડપ જોવા મળે છે . મંદિરનો આકાર અર્ધગોળાકાર .
• ઈલોરાનું કૈલાશ મંદિર , રાષ્ટ્રકૂટકાળનું એહોલ મંદિર વગેરે .