Headlines
Loading...
બૌદ્ધ ધર્મપરિષદો અને બૌદ્ધ ધર્મ સંગીતિઓ

બૌદ્ધ ધર્મપરિષદો અને બૌદ્ધ ધર્મ સંગીતિઓ

બૌદ્ધ ધર્મપરિષદો અને બૌદ્ધ ધર્મ સંગીતિઓ

ભગવાન બુદ્ધના નિર્વાણ પછી તેમના દ્વારા આપવામાં આવેલા ઉદ્દેશોને તથા બૌદ્ધ ભિક્ષુ ઓ પાલન કરવાના નિયમોને સંકલિત કરવા તથા ઉભા થયેલા મતભેદોને ઉકેલવા માટે અનેક રાજાઓએ બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે તથા બૌદ્ધ ધર્મ ઉત્થાન માટે તેમણે ધર્મપરિષદો બોલાવી તથા બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રો આ આપ્યો. ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ઉપદેશને સંકલિત કરવામાં આવ્યા છે.

બૌદ્ધ ધર્મપરિષદો અને બૌદ્ધ ધર્મ સંગીતિઓ
બૌદ્ધ ધર્મપરિષદો અને બૌદ્ધ ધર્મ સંગીતિઓ


બૌદ્ધ ધર્મપરિષદો અને બૌદ્ધ ધર્મ સંગીતિઓ


પ્રથમ બૌદ્ધ ધર્મપરિષદ

ભગવાન બુદ્ધના નિર્વાણ પછી 483 બીસી રાજગૃહમાં (સપ્તપર્ણી ગુફા) અજાતશત્રુ (હર્યક રાજવંશ) શાસનકાળમા બોલાવવામાં આવી. પ્રથમ બૌદ્ધ ધર્મપરિષદના અધ્યક્ષ મહાકશ્યપ હતા. પ્રથમ બૌદ્ધ ધર્મપરિષદનો ઉદ્દેશ્ય બુદ્ધના ઉપદેશોને સંકલિત કરવાનો હતો. ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ઉદ્દેશો ને વિનય પીટક અને સુત્તપિટકમાં સંકલિત કરવામાં આવ્યા હતા. જેમાં બૌદ્ધ ભિક્ષુના આચરણ પાલન વિષે નિયમો હતા.


બીજી બૌદ્ધ ધર્મપરિષદ

 

દ્વિતીય બૌદ્ધ ધર્મપરિષદ કલાશોકા (શિશુનાગા રાજવંશ) શાસનકાળમાં ૩૮૩ બી.સી માં વૈશાલીમા યોજવામાં આવી. દ્વિતીય બૌદ્ધ ધર્મપરિષદની અધ્યક્ષતા સબાકામીરે કરી હતી. આ સંગીતિ યોજવાનો મુળ ઉદ્દેશ્ય બૌદ્ધ ધર્મમા શિસ્ત અંગેના મતભેદોને ઉકેલવા માટે યોજવામાં આવી. પણ જુના વિચાર‌ અને નિયમના પક્ષપાતી "સ્થવિરવાદ" તરીકે અને તેના અસહેમત ભિક્ષુઓ "મહાસંઘિકા" એમ બે ભાગમાં વહેંચાયા.


ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ

 

ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદનુ 251 બી.સી પાટલીપુત્રમાં અશોક (મૌર્ય રાજવંશ) શાસનકાળમાં યોજાઈ હતી. ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદના અધ્યક્ષ મોગલિપુત્ત હતા. ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદનો દ્દેશ્ય સંઘના ભેદ વિરુદ્ધ કડક નિયમો ઘડીને બૌદ્ધ ધર્મને સ્થિરતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આખરે શાસ્ત્રોનું સંપાદન કરવામાં આવ્યું અને ત્રીજું પિટક "અભિધમ્મપિટક" ઉમેરાયુ.


ચોથી બૌદ્ધ ધર્મપરિષદ

 ચતુર્થ બૌદ્ધ ધર્મપરિષદ એટલે બૌદ્ધ સંગીતિનુ આયોજન કાશ્મીરનું કુંડલવન વિહારમાં- કનિષ્ક (કુષાણ રાજવંશ) શાસનકાળ પ્રથમ સદીમાં આયોજન કરવામાં આવ્યું. તે સમયે અધ્યક્ષ તરીકે વસુમિત્ર અને ઉપાઅધ્યક્ષ અશ્વઘોષ હતા. ચતુર્થ બૌદ્ધ ધર્મપરિષદમા બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન બે સંપ્રદાયોમાં વિભાજન.


 બૌદ્ધધર્મના ધાર્મિક પુસ્તકો ને ત્રિપિટકો કહેવાય છે. ૧. સુત્તપિટકમાં બુદ્ધના ઉપદેશનો સંગ્રહ કરવામાં આવેલા છે. ૨. વિનયપિટકમા બૌદ્ધ ભિક્ષુઓને સંઘ સંબંધિત નિયમોનો સંગ્રહ કરવામાં આવેલા છે, જે બૌદ્ધ ભિક્ષુઓ ને પાલન કરવાના નિયમો પણ આવેલા છે. ૩. અભિધમ્મપિટકમા દાર્શનિક સિદ્ધાંતોનો સંગ્રહ કરવામાં આવેલ છે.


આ ધર્મપરિષદો કે બૌદ્ધ સગીતિઓ સમય સમય પર બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપેલિ રાજાઓ દ્વારા બોલાવવામાં આવીતી.